વેચાણ
કોઈપણ ઉત્પાદનની બજાર મેળવવી અથવા વેચાણ કરવું એ ખુબજ અઘરું છે. બજાર એનેજ મળે છે જે ગુણવત્તા સભર ઉત્પાદન કરે અને એ નિયમિત રીતે જાળવી શકે. અમો સારું ગુણવત્તા સભર ઉત્પાદન જાળવી રાખ્યું છે અને આ ઉત્પાદનને રાજ્ય, દેશ તેમજ દેશ બહાર બજાર વ્યવસ્થા મેળવવાના પૂરતા પ્રયત્નો કર્યા છે. અને તેથી અમારી “કેસર કલમ” ની ગુજરાત અને ગુજરાત બહાર ખુબજ માંગ છે. અમો આ કેસર અંબાની કલમો દર વર્ષે પૂરતા જથ્થામાં નર્સરી પર ઉપલબ્ધ રાખીએ છીએ.