More Website Templates @ TemplateMonster.com - September 26, 2011!

અમારા વિશે થોડાક શબ્દો

જુનાગઢ જીલ્લાના ગીર અને ગીરનાર વચ્ચેના સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધાર નજીક કુશળ રાજવી ગોંડલ નરેશ સર ભગવતસિંહજી સ્ટેટના રળિયામણા રતાંગ(તા.વિસાવદર) ગામના કુશળ અને કોઠાસુજ ધરાવનાર ખેડૂત શ્રી છગનભાઈ મોહનભાઈ વેકરીયા વર્ષ ૧૯૯૯ થી સરકાર માન્ય નર્સરી “સુમિત બાગ એન્ડ નર્સરી” માં આંબાની ઉચ્ચ ગુણવત્તાવાળી અને તંદુરસ્ત “નુતન” તથા “ભેટ” કલમો નું ઉત્પાદન કરે છે. “સુમિત બાગ ઍન્ડ નર્સરી” 35 વીઘા જમીન માં ફેલાયેલી છે, અને એમાં કેસર અંબા ના એક હાજર બસો માતૃઝાડ આવેલા છે. ઉપરાંત જેમાં અન્ય બીજી અંબા ની વિવિધ જાતો જેવી કે જમ્બો, કેસર, રત્નાગીરી, હાફૂસ, અમૃતબાગ, રાજાપુરી, આમ્રપાલી, લંગડો, દસેરી, જેવી કુલ ૪૨ જાતના આંબાના માતૃઝાડ છે. “સુમિત બાગ એન્ડ નર્સરી” વર્ષ ૨૦૦૩ ના છત્તીસગઢના હોર્ટિકલ્ચર સોસાયટી રાયપુરના કેરી પ્રદર્શન અને હરીફાઈમાં “કેસર” કેરી માં પ્રથમ ક્રમે આવેલ અને એવોર્ડ તેમજ પ્રમાણપત્રથી સન્માનીત કરેલ તેવી વિશ્વાસપાત્ર નર્સરીમાં આંબાની ઉચ્ચગુણવત્તા અને ઘટાદાર પ્રમાણીત નુતન તેમજ ભેટ કલમો બનાવે છે. આ નર્સરીમાંથી ફક્ત ખેડૂતો જ નહિ મોટી કંપનીઓ જેવી કે એસ્સાર, એગ્રોટેક, સિન્ટેક્ષ જેવી નામાંકીત કંપનીઓ પણ ખરીદી કરે છે. “સુમિત બાગ એન્ડ નર્સરી” દસ વર્ષમાં ખેડૂતોનો તથા બાગાયત ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તાવાળી કલમો આપી સંપૂર્ણ વિશ્વાસ સંપાદીત કરેલ છે. આ ઉપરાંત અમારી નર્સરીમાં કાળી પત્તી, ચીકુ, સીતાફળ, લીંબુ, પારસજાંબુ, તથા નાળીયેરનું ઉત્પાદન તથા વેચાણ કરીએ છીએ.

અમારી સિદ્ધિઓ

“સુમિત બાગ એન્ડ નર્સરી” વર્ષ ૨૦૦૩ ના છત્તીસગઢના હોર્તીક્લ્ચર સોસાયટી રાયપુરના કેરી પ્રદર્શન અને હરીફાઈમાં “કેસર” કેરી માં પ્રથમ ક્રમે આવેલ અને એવોર્ડ તેમજ પ્રમાણપત્રથી સન્માનીત કરેલ છે.

પ્રશંસાપત્રો

" 'સુમિત બાગ' ની ખેતીની પધ્ધતી મને સૌથી વધારે ગમે છે, હું બધા ખેડુત મિત્રો ને આગ્રહ કરીશ કે તેઓ પણ આજ પધ્ધતી અપનાવે."

—અપૂર્વ પંડ્યા

"અત્યાર ના સમયમાં સર્વિસ ખુબજ મહત્વની બાબત છે, 'સુમિત બાગ' એ મને સૌથી સારી સર્વિસ પુરી પાડી છે.મારી જિંદગી ની સૌથી સારી અને રસદાર કેરી મને આપી છે."

—રાહુલ પટેલ ( એમ.ડી. સિન્ટેક્ષ ઇન્ડ.)

"તેઓ તેમના કામમાં નિપુર્ણ છે, તેઓએ મને ખુબજ શ્રેષ્ઠ અને ગુનવત્તાસભર કલમો આપી હવે થોડા વષૉમાં મારી આંબાવાડી માં પણ સુંદર આંબા હશે!"

—મુકેશ મહેતા

"પ્રકૃતિ અને ફળો સંબંધિત જે કામ 'સુમિત બાગ' કરે છે તે ખુબજ પ્રસંશનીય છે, મને ખુશી છે કે 'સુમિત બાગ' ની વેબસાઇટ છે જેથી બીજા લોકોને પ્રકૃતિ અને ફળો સંબંધિ સાચી માહીતી મળી શકે."

—રક્ષા ખાડકે (મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ભારત)