More Website Templates @ TemplateMonster.com - September 26, 2011!

પરિચય

“સુમિત બાગ ઍન્ડ નર્સરી” 35 વીઘા જમીન માં ફેલાયેલી છે, અને એમાં કેસર આંબા ના એક હજાર બસો માતૃઝાડ આવેલા છે. ઉપરાંત જેમાં અન્ય બીજી અંબા ની વિવિધ જાતો જેવી કે જમ્બો, કેસર, રત્નાગીરી, હાફૂસ, અમૃતબાગ, રાજાપુરી, આમ્રપાલી, લંગડો, દસેરી, જેવી કુલ ૪૨ જાતના આંબાના માતૃઝાડ છે.

વેચાણ

કોઈપણ ઉત્પાદનની બજાર મેળવવી અથવા વેચાણ કરવું એ ખુબજ અઘરું છે. બજાર એનેજ મળે છે જે ગુણવત્તા સભર ઉત્પાદન કરે અને એ નિયમિત રીતે જાળવી શકે. અમો સારું ગુણવત્તા સભર ઉત્પાદન જાળવી રાખ્યું છે અને આ ઉત્પાદનને રાજ્ય, દેશ તેમજ દેશ બહાર બજાર વ્યવસ્થા મેળવવાના પૂરતા પ્રયત્નો કર્યા છે.

ઉત્પાદન

– કેસર
– રત્નાગીરી હાફૂસ
– જમ્બો કેસર
– લંગડો
– અમૃત બાગ
– દશેરી

અમારી સાઇટ પર આપનું સ્વાગત છે.

 

જુનાગઢ જીલ્લાના ગીર અને ગીરનાર વચ્ચેના સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધાર નજીક કુશળ રાજવી ગોંડલ નરેશ સર ભગવતસિંહજી સ્ટેટના રળિયામણા રતાંગ(તા.વિસાવદર) ગામના કુશળ અને કોઠાસુજ ધરાવનાર ખેડૂત શ્રી છગનભાઈ મોહનભાઈ વેકરીયા વર્ષ ૧૯૯૯ થી સરકાર માન્ય નર્સરી “સુમિત બાગ એન્ડ નર્સરી” માં આંબાની ઉચ્ચ ગુણવત્તાવાળી અને તંદુરસ્ત “નુતન” તથા “ભેટ” કલમો નું ઉત્પાદન કરે છે.

“સુમિત બાગ ઍન્ડ નર્સરી” 35 વીઘા જમીન માં ફેલાયેલી છે, અને એમાં કેસર આંબા ના એક હજાર બસો માતૃઝાડ આવેલા છે.  ઉપરાંત જેમાં અન્ય બીજી અંબા ની વિવિધ જાતો જેવી કે જમ્બો, કેસર, રત્નાગીરી, હાફૂસ, અમૃતબાગ, રાજાપુરી, આમ્રપાલી, લંગડો, દસેરી, જેવી કુલ ૪૨ જાતના આંબાના માતૃઝાડ છે.

“સુમિત બાગ એન્ડ નર્સરી” વર્ષ ૨૦૦૩ ના છત્તીસગઢના હોર્ટિકલ્ચર સોસાયટી રાયપુરના કેરી પ્રદર્શન અને હરીફાઇમાં “કેસર” કેરી માં પ્રથમ ક્રમે આવેલ અને એવોર્ડ તેમજ પ્રમાણપત્રથી સન્માનીત કરેલ તેવી વિશ્વાસપાત્ર નર્સરીમાં આંબાની ઉચ્ચગુણવત્તા અને ઘટાદાર પ્રમાણીત નુતન તેમજ ભેટ કલમો બનાવે છે.

આ નર્સરીમાંથી ફક્ત ખેડૂતો જ નહિ મોટી કંપનીઓ જેવી કે એસ્સાર, એગ્રોટેક, સિન્ટેક્ષ જેવી નામાંકીત કંપનીઓ પણ ખરીદી કરે છે.

“સુમિત બાગ એન્ડ નર્સરી” દસ વર્ષમાં ખેડૂતોનો તથા બાગાયત ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તાવાળી કલમો આપી સંપૂર્ણ વિશ્વાસ સંપાદીત કરેલ છે. આ ઉપરાંત અમારી નર્સરીમાં કાળી પત્તી, ચીકુ, સીતાફળ, લીંબુ, પારસજાંબુ, તથા નાળીયેરનું ઉત્પાદન તથા વેચાણ કરીએ છીએ.